Svapnsrusti Novel (chapter - 3)

(49)
  • 4.2k
  • 4
  • 1.6k

આ કહાની મેં ઘણી કહાનીઓના મિશ્રણમાંથી ઉપજાવેલી એક વિશાળ ફીક્શનની ગાથા સમાન છે. મારા મનોવિજ્ઞાન અને સમાજસાશ્ત્રના જ્ઞાનનો પણ આમાં મેં બનતો ઉપયોગ કર્યો છે. સોનલ, સુનીલ, વિજય, આરતી, કિશનભાઈ કદાચ આ પંચાજ મુખ્ય પત્ર છે જેમના દ્વારા આ કહાની ઉદભવી અને અંત સુધી જીવનના ઉતાર ચઢાવની કહાની પસાર થતી રઈ છે. ઘણા રંગોમાં રંગાઈને એક ભવ્ય સૃષ્ટિમાં ધકેલી દે એવા એના વળાંક અચાનકજ બદલાતી વાસ્તવિકતા કદાચ ભૂતકાળને વર્તમાનમાં ઝૂમતો અને વર્તમાનને ભૂતકાળમાં ખોવાઈ જતો પણ આમાં તમને અનુભવતો રહેશે. “ સ્વપ્નસૃષ્ટિ ” મારી આ નોવેલ કદાચ મારા દ્વારા કરાયેલી પ્રથમ ફીક્શનની અત્યાર સુધીની કહાની છે. આ કહાનીમાં જીવનના દરેક રંગને... સમાજના ઢંગને... દુનિયાદારીના રીવાજોને... પ્રેમ રંગ... વેદનાના વહેણ... ભાવનાના ઉછાળા... લગભગ આસપાસના વાતાવરણ અને દુનિયામાં જોયેલા દરેક રંગને એમાં જીવંત અનુભવી શકાય એવો પ્રયત્ન કરેલો છે. પ્રેમમાં પછડાયા પછીની દિલની ઉછળકુદને પણ સંપૂર્ણ રીતે વર્ણવી દેવાનો પ્રયાસ છે. લગભગ સતત બે એક વર્ષની મહેનત બાદ મારી આ એક ભવ્ય કહાની જન્મ લઇ છુકી છે. જેમાં પ્રેમ તત્વ મૂળમાં છે જયારે સમાજ અને દુનિયાદારી પોતાનો ગૌણ ભાગ ભજવતી અનુભવાય છે. પ્રેમની આટલી તડપ અને ચાહત માટેના આટલા લાગણી અને ભાવનાઓના વહેં કદાચજ ઉદભવ્યા હશે. શરીરના હર્મોન્શને ઉછાળતી રહેશે, દુઃખ અનુભવાશે... અને દિલમાં જાણે અચાનકજ એક ચહેરો અનુભવશે કદાચ તમારો પ્રેમ એમાં જીવી જશે... મારી પાસે વધુ શબ્દો નથી આને વર્ણવવા માટે કારણકે પાછળના બધા પત્તા આ બધુજ છતું કરવા માટે ઉચિત માધ્યમ છે... “ પ્રેમની સ્વપ્નસૃષ્ટિને પ્રણામ...” પ્રતિભાવની આશા હમેશા મારા મનમાં રહેશે વોટ્સએપ +૯૧ - ૯૯૦૪૧૮૫૦૦૭