મૌસમ વસંતની ભાગ - ૧

  • 1.7k
  • 1
  • 470

રાતો રાત બનવું છે ને રાતો રાત તુટીએ છીએ એવું કેમ? આજે નિર્ણય લીધો, બોર્ડ માં સારા ટકા લાવવા છે. આજે નિર્ણય લીધો, આ વરસે આટલું તો સેલ કરવું જ છે. આજે નિર્ણય લીધો કે આ વરસે કપંનીનુ એટલું ટર્રન ઓવર તો કરવું જ છે. આજે નિર્ણય લીધો કે આ વરસે આટલા કામ તો કરવા જ છે. વિદ્યાર્થી, સેલ્સમેન,બીઝનેસમેન કે કોઈ ગૃહિણી, દર નવા વરસે કે કોઈ પ્રસંગે આવો નિર્ણય લેતા જ હોય છે. ઝનુન, રાતોરાત કઈક કરી નાખવાનુ .એમાં જો આવો વિચાર રાતના આવ્યો તો રાતે ઊંઘ જ ના આવે. એવું થાય કે ક્યારે સવાર પડે ને ક્યારે કઈક કરવા માંડી પડીએ.