ઓનલાઈન કારોબાર જંગી ઃ ડિલિવરીમેનની તંગી દુકાનમાં કે મોલમાં ફરી ભાવતાલ કરી અને ખરીદી કરો એ જમાનો ગયો હવે. ઈ કોમર્સની બોલબાલા છે. ઓનલાઈન વેપાર કદાચ ધીરે ધીરે દુકાનદારની બાદબાકી કરી નાખશે. ઈ કોમર્સના લીધે તમારા હાથમાં આખો મોલ ખુલે છે. પણ મંગાવેલી વસ્તુ માટે બે દિવસથી માંડી એકાદ અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે. નવી વસ્તુની ખરીદી કર્યા પછી વેઈટીંગ કરવું કોઈને પરવડે નહીં.