ટ્રીન ટ્રીન ટ્રીન ટ્રીન કદાચ આ ચાલીસમી બેલ હતી પ્રિયંકા નાં મોબાઈલ પર, બેલ સરસ જતી હતી પણ પ્રિયંકા મોબાઈલ ઉપાડતી જ ન હતી . અને ન એના ફ્રેંડ્સ . ના પાડી છે તને કે તું એને પૈસા આપ જ નહિ , પૈસા હશે જ નહિ તો જશે ક્યાં ? પોતે કમાય એમાંથી ભલે જાય , એક દિવસ હું ઓચિંતા નો મરી જઈશ ને એ દિવસે પણ આ નહિ મળે તને, યાદ રાખજે મારી વાત તું લગભગ રોજ ની આ વાત હતી , પરેશભાઈ ઘરે આવી જાય ત્યાં સુધી પ્રિયંકા ઘરે ન આવે અને પ્રિયંકા ને ન જોવે એટલે પરેશ ભાઈ નો ગુસ્સો સાતમાં આસમાને પહોચી જાય અને પછી શરુ થાય ઘરમાં જગડા,