વીર ભોગ્યા વસુંધરા, પૃથ્વી અને સ્ત્રી વીરોને વરતી હોય છે. એની પાછળ પણ મનોજૈવિક કારણો રહેલા છે. મતલબ આપણા મનોવિજ્ઞાન પાછળ જીવ વિજ્ઞાન પણ રહેલું છે. સાયકોલોજી પાછળ બાયોલોજી. જે કોઈ કહેતું નથી. આપણા મનોવૈજ્ઞાનિકો ને અધ્યાત્મનો આફરો ચડી જાય છે. એ બહુ મોટી કમનસીબી છે. આપણા ગુજરાતીમાં માંડ બેચાર સાયકાયટ્રીસ્ટ લખે છે તે પણ હવે કવિતાઓ કરવા લાગ્યા છે. સ્ત્રી કેમ વીરોને વરે છે? ટેઈ પાછળ રહેલી સાયકોલોજીની પણ પાછળ રહેલી બાયોલોજી વિષે જાણો આ લેખમાં.