Karl Marx- A brief Biography

(32)
  • 27k
  • 27
  • 8.6k

સમાજવાદના વિચારોનો ખ્યાલ પહેલીવાર દુનિયા સમક્ષ મુકનાર કાર્લ માર્ક્સનો જન્મ ૫ મે, ૧૮૧૮ ના રોજ રહાઈન નામથી ઓળખાતા પૃશિયા (જર્મન) રાજ્યના ટ્રાયર નામના ગામમાં થયો હતો. જીવનના પ્રથમ ૧૨ વર્ષ સુધી કાર્લનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ થયું. નાનપણથી જ મુક્ત અને બિન-ધાર્મિક વિચારસરણીવાળો માહોલ કાર્લને આગળ જતા સમાજને સમજવા માટે વધુ ઉપયોગી થવાનો હતો. કાર્લ માર્ક્સ એટલે સામ્યવાદ,એવું જ આપણે ભણ્યા છીએ. પરંતુ, ખાલી સામ્યવાદ એ જ એમનું અંતિમ લક્ષ નહોતું. એમનું આપેલું એક જ વાક્ય આજના યુગમાં ય પ્રસ્તુત છે. જ્યાં સુધી સમાજમાં બે ભિન્ન વર્ગો છે,ત્યાં સુધી એમની વચ્ચે સંઘર્ષ ચાલતો રહેશે.