હ્યુમન માઈન્ડને બે પ્રકારે ફિલોસોફરોએ વહેચ્યું. ‘એક્સ્પિરીયંસ સ્ટેટ ઓફ માઈન્ડ’(જ્ઞ/ચેતન/જાગૃત મન) અને ‘ઈનએક્સ્પિરીયંસ સ્ટેટ ઓફ માઈન્ડ’(અજ્ઞ/અચેતન/અજાગૃત મન). ‘અજ્ઞ’ મન પર આજ સુધી ક્યારેય કોઈ નિયમન કરી શક્યું નથી, થયું નથી અને કરી શકે પણ નહિ. જે કુલ મનનો ૩/૪ ભાગ છે. જયારે ‘જ્ઞ’ મન ના બે પ્રકાર છે. ‘એક્ટીવ માઈન્ડ’ અને ‘ઇનએક્ટીવ માઈન્ડ’. આ ‘જ્ઞ’ મનનું એક્ટીવ માઈન્ડ છે એ હકારાત્મક પ્રતિક્રિયા આપે છે. ઇનએક્ટીવ માઈન્ડ(અજાગૃત મન) દુઃખ ઉભા કરવા માટે કારણભૂત છે. દ્વેષ, અસંતોષ, અતૃપ્તિ, અસમાધાન, મત્સર વગેરે ને જન્મ અર્પે છે. તદુપરાંત, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ ૬ વિલક્ષણ વિકૃતિઓ આ મનના જાગ્રત રહેવાથી જ આવે છે. એટલે જ ‘જાગૃત’ મન મહતમ અજાગૃત અવસ્થામાં હોય છે અને ‘અજાગૃત’ મન જાગૃત અવસ્થામાં હોય છે જેથી દુઃખોની અનુભૂતિ લોકોને વધારે થાય છે. બસ, આવું જ મન વિષે .