“રાતના અંધારામાં નીલી ઝાંયના પ્રકાશમાં તેમનું પ્રણયપ્રચુર મિલન થવા જઈ રહ્યું હતું. એનેસ્ટેસિયાની ભીની આંખના અંતરપટની ભીતર સંતાયેલ રોમાંચના ક્ષણનો આવિષ્કાર થઇ રહ્યો છે. ક્રિશ્ચનના બંને હાથ કાનની બૂટથી પસાર થઈને અંગુઠા ગાલ પર રમી રહ્યા છે. તેનો સ્પર્શ થતા જ ને આખા આયખાનો કતરો-કતરો તેને પામવા માટે ઝૂરે છે. એનેસ્ટેસિયાના હોઠ જાણે કઈ દીર્ઘ ચુંબન માટે સજ્જ થઇ રહ્યા હોય તેમ તે પોતાના હોઠ વડે નીચેના હોઠને બચકું ભરે છે. એની પાંપણમાં ઉન્મેષ ઉષ્માનો સંચાર થયો હોય અને જબરજસ્ત વીજળીક આવેગ અનુભવ કરે છે અને આંખ બંધ થઇ જાય છે. ઉપરના હોઠની ભાવ ભંગિકા જાણે કશુંક ક્રિશ્ચનને કહી રહી હોય તેમ જણાય છે. ઉપરના જડબાનો દાંત નીચેના હોઠ પર ફરી રહ્યો છે અને તરત જ ક્રિશ્ચન તેને પોતાના બાહુપાશમાં સમાવીને એક પ્રગાઢ ચુંબનથી બંને હોઠને શૂન્યાવકાશમાં ફેરવી દે છે. ધીરે ધીરે શરીર પરના વસ્ત્રો ખુલ્લા થતા જાય છે અને શરીરની સુંદરતા વાતાવરણના સમાગમમાં ખુલ્લું થઇ ઉઠે છે. ક્રિશ્ચનના હોઠ અને એનેસ્ટેસિયાના શરીર વચ્ચેનું થોડું અંતર તેના શ્વાસની ઉષ્ણતાને બરાબર સ્પર્શ કરતુ હતું અને જાણે મૌન ઊર્મિઓને વાચા આવી હોય તેમ રક્તનો પ્રવાહ પુરપાટ ઝડપે શરીરમાં દોડે છે. આછા કેસરી રંગના પ્રકાશમાં મદમાતી એનેસ્ટેસિયાના સાથળ પરની રુવાંટી જાણે સજીવન થઇ ચુકે છે અને ક્રિશ્ચન તેના માદક નિતંબને પોતાના હાથ વડે સંપુટ આપે છે. એનેસ્ટેસિયાના નસ-નસ આ ક્ષણને અનંત આશ્લેષમાં વિતાવવાનું ઈચ્છે છે. આદમ અને ઈવની જેમ માત્ર એ બંને જ પૃથ્વી પર હોય અને બીજા કોઈનું જ અસ્તિત્વના હોય તેવું પ્રતીત થાય છે. નાભિ પરનું ચુંબન જાણે તેના રોમ-રોમમાંથી રોમાંચનો અહેસાસ કરાવે છે અને ‘કામ’રસમાં જ સ્નાન કરવાની ઈચ્છાને તે વશ થઇ જાય છે. અહર્નિશ આ જ ક્ષણમાં સ્થિર થઈને ક્રિશ્ચન સાથે કામશૈયા પર રહેવા ઈચ્છે છે. ક્રિશ્ચનના પ્રેમથી વશ થયેલી એનેસ્ટેસિયાના શરીરને તે જુએ છે. તેની સ્નિગ્ધ ત્વચા પર ક્રિશ્ચનના હોઠ ફરતા રહે છે. ક્રિશ્ચન તેના ઉરોજને પોતાના આશ્લેષમાં પકડીને ગાળાની નીચેના ભાગમાં પોતાની શ્વાસની ફૂંકથી સમાગમને વધુ ઉત્તેજક બનાવે છે. ક્રિશ્ચનના બાણથી ઘાયલ થયેલી એનેસ્ટેસિયા પોતાને લાચાર બનાવીને ક્રિશ્ચનની બની જાય છે અને શરીરના આરોહ-અવરોહ સંગીતના સુરની માફક શૈયા પર રચાય છે. પહાડ પરથી ધસી આવતા ઝરણાની જેમ એનેસ્ટેસિયાને ક્રિશ્ચન વધાવી લે છે. એક ઝનૂનથી એનેસ્ટેસિયાને ક્રિશ્ચન પોતાના વશમાં કરે છે અને પ્રથમ ચરમસીમાનો ચરમ સ્પર્શ કરાવે છે. સ્ખલન થાય છે એનેસ્ટેસિયાના પ્રથમ આવેગનું, કૌમાર્યનું અને આલિંગનની ઝંખનાનું. આખરે ગાલ સાથે ગાલ ભીડાવીને, તેની છાતી પર માથું મુકીને એનેસ્ટેસિયા ક્રિશ્ચનની સામે જુએ છે. આ નિ:શબ્દ પ્રણયખેલમાં માત્ર હૃદય બોલે છે અને શરીર રમે છે.” ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે