ભારતમાં કરપ્શન મજૂરથી મંત્રી સુધી સર્વવ્યાપક છે. આપણી સવારની શરૂઆત જ પ્રસાદ ધરાવી, પહેલું મારું ભલું કરજે એવી પ્રાર્થના સાથે શરુ થાય છે. બીજી તકલીફ એ છે કે આપણને ભ્રષ્ટાચાર બીજાનો દેખાય છે આપણો નહિ. કહેવત છે કે કુવામાં હોય તેવું જ હવાડામાં આવે. ભ્રષ્ટ આખો સમાજ હોય તો પછી તેમાંથી પેદા થતાં નેતાઓ, સરકારી નોકરો, પોલીસ વગેરે વગેરે ક્યાંથી પ્રમાણિક પેદા થવાના હતા? આપણે ત્યાં ભ્રષ્ટાચાર સંસ્કૃતિમાં જ સમાયેલો છે. વાંચો વિચારો અને મનન કરો..