અભિનેત્રી - ભાગ 12

  • 528
  • 282

અભિનેત્રી 12*                                બેડરૂમમાથી બહેરામ.મહેર અને ઉર્મિલા લિવિંગ રૂમમા આવ્યા.પણ લિવિંગ રૂમમાં ઘનઘોર અંધારુ હતુ.અને એ અંધારાનો લાભ લઈને કોઈ શખ્સે ઉર્મિલાને પોતાની બાહોપાશમાં કચકચાવીને જકડી લીધી.    ઉર્મિલા ગભરાઈ ગઈ.એણે પોતાને એ શખ્સની બાહોમાંથી છોડાવવાનો મરણીયો પ્રયાસ કર્યો.પણ તે પેલાની મજબુત પકડ આગળ કમજોર સાબીત થઈ.    પેલા શખ્સની બાહુપાશમાં ઉર્મિલાનો શ્વાસ ઘુંટાવા લાગ્યો હતો.એને લાગ્યુ કે એ હમણા બેહોશ થઈ જશે.ત્યા એણે અનુભવ્યુ કે પેલા શખ્સના હોઠોએ એના કાનોને સ્પર્શ કર્યો.એક ધીમો સ્વર એના કાનો સાથે અથડાયો. "હે્પી બર્થ ડે ડાર્લિંગ." ઉર્મિલા એ સ્વરને ઓળખી ગઈ.અને હવે