એક સાંજ હતી, જ્યાં બે મિત્રો વચ્ચેની વાતચીત થોડી ખાસ બની. યુગ ઘનિષ્ટ મિત્ર કૃપાલીને પૂછે છે, તું ક્યારેક વિચારે છે કે તારા જીવનસાથી માટે તારી પસંદગી કેવી હશે? કેવો સાથી જોઈશે? કૃપાલીએ થોડું હસતાં કહ્યું, વાત એવી છે કે ઘણીવાર મારા મનમાં આ વિચાર આવે છે. શું તું સાચે સાંભળવા માગે છે? યુગે મૌન સહમતિ આપી. કૃપાલીએ નજર નીચે કરી અને પ્રેમભર્યા અવાજમાં તેના મનની વાત કહી: મારા મનમાં એક છબી છે, કૃપાલીએ કહ્યું, મારે એક એવો જીવનસાથી જોઈએ છે, જે મને મારી જેમ સ્વીકારી શકે. જે મારી ખામોશી, મારો હાસ્ય, અને મારા બધા ભાવોને સમજવા માટે તત્પર રહે. કૃપાલીએ આગળ