12. વહેમવાળી જગ્યાઅમે અહીં ખૂબ સારા ગણાતા વિસ્તારમાં આ સુંદર મકાન લીધું. જોતાં જ નજર ચોંટી જાય એવું. મકાનમાલિક વિદેશ જતો રહેલો. કોઈ કહે એની પત્ની અહીં આવીને થોડા વખતમાં ખૂબ માંદી પડી ગયેલી. એને પોતાને પણ કોઈ નાના મોટા કોર્ટ કેઇસ ને એવી કારણ વગરની હેરાનગતિઓ થયેલી એટલે અહીંથી ચાલ્યો ગયેલો. અમને તો આ મકાન ખૂબ ગમ્યું. અને જે થયું તે, આખરે તો એ વિદેશ ગયેલો એટલે સમાજની નજરમાં કાંઈક સારું થયેલું. પણ આજુબાજુના લોકોએ અમને કહ્યું કે મકાન ભલે સારું દેખાય, આ જમીન વહેમવાળી છે. અમે તો હવે લઈ જ લીધેલું અને ખાસ એવામાં માનતાં ન હતાં. છતાં, ભવિષ્યમાં કોઈ