સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે, ત્યાં જ છાંયા બહેન જોરથી ચીસ પાડે છે. સવીતા ક્યાં છે ? સાંભળે છે કે નહિ બહાર આવ. હા બોલો મમ્મી, સવીતા બોલી. આ અહીં એટલો કચરો પડ્યો છે તે તું ભાળતી નથી ? આંધળી બની ગઈ કે શું ? નહિ મેં સવારે તો સફાઈ કરી હતી આ કચરો કેમ થયો મને સમજાતું નથી, સવીતા બોલી. છાંયા બહેન - તો તું કહેવા શું માંગે છે? આ કચરો મે અહી નાખ્યો છે? હું શું કામ હાથે કરીને મારું કર બગાડું? તને શરમ નથી આવતી હું તારી મા સમાન છું, મારા પર આવો આરોપ લગાડે છે.