આ મોબાઇલે તો ભારે કરી!

  • 236
  • 70

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની સાથે અનિદ્રા, સ્ટ્રેસ અને ડિપ્રેશનની ભેટ પણ આપી રહ્યો છે. કોઈની ફેસબુક સ્ટોરી કે ઇન્ટાગ્રામ સ્ટોરી જોઈને તેમની ચકાચૌંધ કરી દેનારી લાઇફસ્ટાઇલ આપણી રાત્રીની ઊંઘ છીનવી લે છે. પણ જ્યારે તે જ ઇન્ફ્લુએન્સર કે એક્ટરના ડ્રગ્સ કેસમાં ઝડપાવાના કે આપઘાત કરીને મોતને વહાલું કરી દેવાના સમાચાર સાંભળીએ છીએ, ત્યારે સમજાય કે, હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ અલગ હોય છે.      સોશિયલ મીડિયા પરની ઝાકઝમાળ દુનિયાનું સત્ય અત્યંત કડવું હોય છે.