ઇ-મેઇલ વાંચતાજ મારી ખુશીની સીમાઓ ન રહી. મેં ઉત્સાહિત થઈને પૂછ્યું,"કિનારે બેઠા બેઠા અનિમેષ નજરે ક્ષિતિજને જોયા કરવું કોને ન ગમે?દરિયાનાં મોજાની વાછટમાં થોડું પલળવું કોને ન ગમે?પવનની લેહરખીથી લહેરાતા વાળમાં આંગળીઓનું ગૂંચવાવું કોને ન ગમે?માણસોની વચ્ચે રહીને પણ સ્વયંમાં ખોવાઈ જવું કોને ન ગમે?દરિયા કિનારે જવું કોને ન ગમે?!વેદ, તને પણ ક્યારે શું આવા વિચારો આવ્યા છે...?" વેદ: "નથી આવ્યા! મેં તો ફક્ત પશ્ચિમી સમુદ્રીતટ પરના સૂર્યાસ્તના તારા અનુભવો સાંભળ્યા છે." મારા રૂમની બારીમાંથી બહાર દેખાતી દુનિયા તરફ મેં એક આશાભરી મીટ માંડી. મારી ટીમ ના 'વર્ચ્યુઅલ ટ્રાવેલ પ્રોજેક્ટ' હેઠળ આ પહેલી વખત કોઈ પ્રવાસ ખેડવાનો મારો વારો આવ્યો