સમગ્ર વિશ્વનાં ખ્રિસ્તી સમુદાય માટે વેટિકન એક સન્માનિત સ્થળ છે જે બે હજાર વર્ષથી અસ્તિત્વ ધરાવે છે અને તેના વિશે અનેક પ્રકારની કિવદંતીઓ પ્રચલિત છે.કહેવાય છે કે વેટિકન પાસે રીયલ લાઇફ મેજિકલ આર્ટીફેક્ટ, પરગ્રહવાસીઓ, શેતાન વગેરેનાં અસ્તિત્વનાં પુરાવા છે.આ બધી વસ્તુઓ વેટિકનનાં સિક્રેટ આર્કાઇવમાં સુરક્ષિત હોવાનો દાવો કરાય છે.વેટિકન વિશ્વમાં સૌથી પ્રાચિન હયાત ઇન્સ્ટીટયુટ છે તેવામાં તેના સિક્રેટ આર્કાઇવ્ઝમાં કેવી વસ્તુઓ હોવાની શક્યતાઓ છે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલે છે.કહેવાય છે કે વેટિકનમાં અનેક ધાર્મિક વસ્તુઓ હયાત છે.કહેવાય છે કે જે ક્રુસ પર ઇસા મસીહને મોતની સજા અપાઇ હતી તે ક્રુસ, હોલી ગ્રેઇલ, આર્ક ઓફ કોવેનન્ટ, નોઆહ આર્ક વગેરે જેવી