તલાશ 3 - ભાગ 23

  • 584
  • 270

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "ખજાનાને હાથ પણ ન લગાડીને, અને ખજાનો પાછો સહી સલામત શ્રી નાથદ્વારા મોકલી આપવાની પ્રતિજ્ઞા લીધા પછી જસવંત રાવ ના દિવસો ફર્યા હતા. એ અને એનું રાજ્ય ઇન્દોર જેના આશ્રિત હતા. એવા પેશ્વા પર સીધો પ્રહાર કર્યો હતો. પહેલાતો એણે પેશ્વાની જાગીરો કે જે ઇન્દોરની સીમાઓથી નજીક હતી એના પર હુમલા ચાલુ કર્યા અને સિંધવ, ચાળીસગાંવ, ધુલે, માલેગાંવ, પારોલ, નેર, અહેમદનગર,રાહુરી, નાસિક, સીનર, બારામતી પંઢરપુર સહિતની અનેક જાગીરોમાં પેશ્વાના લશ્કરને હરાવીને જીત મેળવી પછી પેશ્વાની રાજધાની પુનાનો ઘેરો ઘાલ્યો. ઈસવીસન 1802 ના દિવાળી ની