હોલિવુડ ફિલ્મોને ટક્કર મારતી વિશ્વની લુંટ અને ચોરી હોલિવુડની ફિલ્મોમાં ઘણી વખત લુંટ અને ચોરીની ઘટનાઓને બહુ રસપ્રદ રીતે દર્શાવવામાં આવે છે આમ તો આપણે પણ શાલિમાર, જુગ્નુ જેવી ફિલ્મો જોઇ ચુક્યા છીએ જેમાં અલગ રીતે જ લુંટ કે ચોરીની ઘટનાને અંજામ આપતો દર્શાવવામાં આવે છે પણ વિશ્વમાં એવી ઘણી ચોરીઓ અને લુંટની ઘટનાઓ બનવા પામી છે જેની સામે હોલિવુડની ફિલ્મોનાં પ્લોટ પણ ફિક્કા પડી જાય. લિલિ વેરહાઉસની લુંટને આમ તો પોલીસ ઓસન ઇલેવન સ્ટાઇલની ગેંગનું કારનામુ ગણાવે છે જેમણે ૧૩ માર્ચ ૨૦૧૦માં કનેકટીકટનાં એન્ફીલ્ડમાં આવેલ એલી લિલિ વેરહાઉસને નિશાન બનાવ્યું હતું અને લગભગ ૮૦ મિલિયન ડોલરની લુંટ ચલાવવામાં સફળ