પાછલી પેઢીએ જે સંશોધનો કર્યા હતા કે જે નવી વાતોને પ્રસ્થાપિત કરી હતી તેનો ચિતાર તેઓ આગામી પેઢી માટે છોડી જતા હોય છે અને આપણે તેને ઇતિહાસ તરીકે યાદ રાખીએ છીએ.લોકોને આ પ્રકારની કથાઓ રાખવી ગમતી હોય છે.કેટલાક અસામાન્ય લોકો પોતાના જીવન દરમિયાન અસાધારણ કાર્યો કરી જતા હોય છે તેઓ નવી ટેકનોલોજીની શોધ કરીને ગયા હોય છે કે સામાજિક કાર્યોમાં તેમની નોંધ લેવાતી હોય છે.જો કે મજાની વાત એ પણ છે કે ઘણાં મહાન લોકોની અમુક વાતો દંતકથા બની જતી હોય છે પણ એ દંતકથાઓમાં સચ્ચાઇ નામ માત્ર હોતી નથી પણ તેમની સાથે આ કથાઓ વણાઇ ગયેલી હોય છે. ગણિતનાં