ધ ગ્રેટ રોબરી - 2

  • 390
  • 176

લૂફથાન્સા લૂંટ અમેરિકાના જે. એફ. કેનેડી એરપોર્ટ પર પેસેન્જરનો ટ્રાફિક સમી રહ્યો હતો પણ એરકાર્ગોનો ટ્રાફિક અકબંધ હતો. એરપોર્ટના રન વે પર લંગારાયેલાં હવાઈ જહાજોની પાસે અલગ અલગ સાઈઝની ટ્રક ગોઠવાઈ ગઈ હતી અને એ ટ્રકમાંથી માલ પ્લેનમાં ભરવામાં આવી રહ્યો હતો. સિત્તેરના દાયકામાં એરકાર્ગોનો ઉપયોગ મોટેભાગે કીમતી સામાન પહોંચાડવા માટે થતો હોવાથી એરકાર્ગોમાં મોટાભાગે ટ્રાન્ઝિસ્ટર, ટીવી, ટેપરેકોર્ડર અને ફ્રીજ જેવોઇલેક્ટ્રિક સામાન મોકલવામાં આવતો. ક્યારેક આ સામાનની આડશમાં હીરા અને સોનાનાં બિસ્કિટ્‌સ તથા હેરોઈન અને મારિજુઆના જેવા ડ્રગ્સની પણ સપ્લાય કરાતી. આ આખો એ સમયગાળો હતો કે જે સમયે અમેરિકા માત્ર અલગ અલગ રાજ્યનો બનેલો એક દેશ નહીં પણ અલગ