તારી પીડાનો હું અનુભવી - ભાગ 23

  • 454
  • 190

આમ કરતા કરતા ચાર મહિના વીતી ગયા. હું બીમાર રહેવા લાગી. માનસિક દશા વધારે બગડતા શારીરિક અશક્તિ, થાક અને નબળાઈથી પીડાવા લાગી. ‘સંયુક્તાને કેમ કરીને નોર્મલ કરી શકાય એ વિચાર કરી કરીને હું થાકી ગઈ છું.’ મમ્મીએ પપ્પાને પોતાની ચિંતા વ્યક્ત કરી.‘મને તો ડર છે કે હજી આમ ને આમ જ જીવશે તો કંઈ અજુગતું ના થઈ જાય.’ પપ્પા ખૂબ મૂંઝાયા હતા.‘પપ્પા, મારા એક ફ્રેન્ડના કોઈ રિલેટિવ જાણીતા સાઈકાયટ્રિસ્ટ છે. આપણે સંયુક્તાની વાત એમને કરીએ તો?’ ઉંમર સાથે રોનક પણ સમજદાર બન્યો હતો. ‘હા, તારી વાત બરાબર છે.’ પપ્પાએ રોનકને કહ્યું.‘ગમે તે કરો પણ મારી સંયુક્તાને ઠીક કરી દો.’ મમ્મી, પપ્પા અને