નિતુ - પ્રકરણ 68

  • 760
  • 406

નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી. જાણે ચોરી પકડાઈ હોય એમ વિદ્યા તૂટેલા શબ્દોમાં ગભરાઈને બોલી, "ત... તમે બંને?""હા... અમે બન્ને."શું કહેવું એ વિદ્યાને સમજાતું નહોતું. પર્સના નાકાની પટ્ટી પર હાથ મસળતા તે આમ- તેમ જોવા લાગી. "તમે ટહેલવા માટે આવ્યા હશોને!" વિચાર કરીને તે બોલી."હા... અમે ટહેલવા માટે જ આવ્યા છીએ. કોઈની જાસૂસી કરવા નથી આવ્યા." નિતુ બોલી કે તુરંત કરુણાએ પોતાના હાથમાં તેનો હાથ જાલી પાંચેય આંગળ વડે જોરથી દબાવ્યુ અને તેને આંખો મોટી કરીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો."તું કશું બોલી?" વિદ્યા એ તેની વાતની ખરાઈ કરવા પૂછ્યુંનિતુ કશું બોલે એ પહેલા જ કરુણાએ બોલવાનું શરૂ કરી દીધું, "નીતિકાનું કહેવાનું