ડાયરી સીઝન - 3 - પહેલો સગો..

  • 570
  • 168

શીર્ષક : પહેલો સગો... ©લેખક : કમલેશ જોષી સૌથી પહેલા તમે એ કહો કે “તમારું, તમારા ઘરમાં ન રહેતું હોય એવું, સૌથી નજીકનું, પહેલું સગું કોણ?”. કાકા-બાપાના ભાયું? કે મામા-માસીના ભાંડેડા? દીકરી-જમાઈ કે ભાણા-ભત્રીજા? અમારા એક અનુભવી વડીલે જવાબ આપ્યો “પહેલો સગો પડોશી”. પડોશી? પડોશી એટલે તમારી દીવાલને અડીને જે ઘરની દીવાલ હોય એ ઘરમાં કે તમારી સામેના મકાનમાં કે તમારા ઘરની આસપાસના આઠ-દસ ઘરોમાં રહેતા ફેમિલી. અમારા ટીખળી મિત્રનું માનવું તો એમ હતું કે “પહેલો દુશ્મન પડોશી”. ઇન્ડિયામાં લગભગ કોઈ ફેમિલી એવું નહિ હોય જેને પોતાના પડોશી સાથે ચકમક ન ઝરી હોય. ક્યારેક કચરા બાબતે, તો ક્યારેક ગટરના મુદ્દે,