તલાશ 3 - ભાગ 22

  • 638
  • 374

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "આ ડાયરી, એ જેમાં છે એ ખલતો અને એ ખલતો જેમાં રાખ્યો છે એ મંજુષ, હોલ્કર રાજની સંપત્તિ છે. રાજ આજ્ઞા વગર એનો ઉપયોગ કરવો નહિ. એમાં આપેલી સાંકેતિક વિગતો એક ખજાનાનું સ્થાન દર્શાવે છે. એક શાપિત ખજાનો, કે જે મૂળ શ્રીનાથદ્વારા મંદિરની માલિકીનો છે. અમે એક વાર એ લૂંટવાની ભૂલ કરેલી, અને એના ભયંકર ફળ ભોગવ્યા છે. ભૂલમાંય જો કોઈને એ ખજાના વિશે ખબર પડે, તો એ ખજાનો શ્રીનાથદ્વારા પહોંચાડવાનો પ્રયાસ કરવો. નહીં તો ભૂલી જવું કે એ ખજાના વિશે એને કઈ ખબર