(ગયા અંકથી આગળ ) અજય સવારમાં ઉઠીને પણ પોતાની સ્થિતિનો વિચાર કર્યા કરે છે. અજયની આંખો એકદમ લાલ અને જંગ હારી ગયેલા ઉગ્ર અને વિવશ યોદ્ધા જેવી થઈ ગઈ હતી.અર્ચના - કેમ શુ થયુ બેટા તારી આંખ કેમ એટલી બધી લાલ થઈ ગઈ છે. કઈ ચિંતા છે? તું રાત્રે સૂતો નથી કે પછી રડતો હતો આશ્ચર્યથી પૂછે છે !અજય - કઈ નહિ મમ્મી બસ રાત્રે ઊંઘ પુરી નહોતી થઈ એટલે હમણાં થોડી વારમાં ફ્રેશ થઈ જઈશ એટલે બધું બરાબર થઈ જશે. તું ચિંતા કરીશ નહિ. અજય બાથરૂમ તરફ આગળ વધે છે. અને અર્ચના બધા માટે ચા નાસ્તો બનાવવા માટે રસોડામાં