પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન હોવા છતાં કોઈ નજર આવી જાય એ પ્રેમ.એકાંત માં પણ કોઈના સ્મરણ નો સંઘાત મળી જાય એ પ્રેમ.બધું પાસે હોવા છતાં કોઈની ખોટ હંમેશા વર્તાય એ પ્રેમ. આજે હું તમને મારા ડિયર લવની સ્ટોરી શેર કરું... હું વિરલ... જામનગરની બોયઝ સ્કૂલમાં હાઈસ્કૂલનું ભણવાનું પૂરું કર્યું. મારે હવે કોલેજમાં પ્રવેશ કરવો હતો. હું મારા ભવિષ્ય માટે ઉત્સાહી હતો, અને મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું નક્કી કર્યું. મારા માટે આ નવો રસ્તો હતો, નવો શહેર અને નવી દુનિયા. જે દિવસ હું અમદાવાદ પહોંચ્યો, તે દિવસ મારા જીવનનો એક નવી શરુઆત બનવાનો હતો. બધા જ