વૈશ્વિક સ્તરે લુંટફાટની ઘટનાઓ સામાન્ય છે અને દરેક દેશનો પોલીસ વિભાગ આ સમસ્યા સામે ઝઝુમતો હોય છે.લુંટારાઓ ક્યારેક હિંમત દાખવીને તો ક્યારેક પ્લાન કરીને આ પ્રકારની ઘટનાઓનો અંજામ આપતા હોય છે અને ક્યારેક આ લુંટાયેલી રકમ બહુ વધારે પડતી હોય છે.અમેરિકામાં પણ લુંટની ઘટનાઓ સામાન્ય છે પણ એક લુંટની ઘટના એવી છે જેણે ત્રીસ વર્ષ સુધી અમેરિકનોને સસપેન્સમાં રાખ્યા હતા આમ તો આ લુંટ કોઇ ખાસ મોટી રકમની ન હતી પણ તેની ખાસ વાત એ છે કે તેનો લુંટારો ત્યારબાદ ક્યારેય પોલીસનાં હાથ લાગ્યો ન હતો.ઘટના ૧૯૭૧નાં નવેમ્બર મહિનામાં બની હતી.ત્યારે નોર્થવેસ્ટ ઓરિયન્ટ એરલાઇન્સની એક ફલાઇટમાં ડીબી કુપરનાં નામે એક