નિતુ - પ્રકરણ 65

  • 394
  • 190

નિતુ : ૬૫(નવીન)નિતુને કોઈ ફરક નહોતો પડતો, એ રોજની જેમ આવતી અને પોતાનું કામ કરી ચાલી જતી. નવીનનાં વિચાર જાણી તેને પોતાના પક્ષે લીધાં બાદ તેના માટે બધું જ સામાન્ય રીતે ચાલતુ હતું. વિદ્યાએ હમણાંથી તેની સાથે વધારે વાતચીત નથી કરી એ તેની નિશ્ચિન્તામાં વધારો કરી રહ્યું હતું.રોજે કરુણા સાથે ગાર્ડનમાં થતી મુલાકાત તેને મન મોકળું કરવાની તક અને આનંદની અનુભૂતિ પીરસી રહી હતી. તેને કોઈ આઝાદીનો આસ્વાદ લાગ્યો હોય એમ નિશ્ચિન્ત થઈ ગઈ. થોડાં દિવસો માટે તો એ મન મૂકીને જીવવા લાગી હતી. જેમ ઉપરવાળાએ નક્કી કર્યું હશે કે આટલી ચિન્તા પછી પૂર્ણવિરામ મૂકી દેવાનું, અલબત્ત એ પૂર્ણવિરામ હતું