નારદ પુરાણ - ભાગ 58

સનત્કુમાર બોલ્યા, “જે પ્રતિદિન પ્રાત:કાલે પચીસ વાર ‘ૐ નમો નારાયણાય’ અષ્ટાક્ષર મંત્રનો જપ કરીને જળ પીએ છે, તે સર્વ પાપોથી મુક્ત, જ્ઞાનવાન તથા નીરોગી થાય છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે ઉપવાસપૂર્વક બ્રાહ્મીઘૃતનો સ્પર્શ કરીને ઉક્ત મંત્રનો આઠ હજાર જપ કર્યા પછી ગ્રહણ છૂટ્યા બાદ શ્રેષ્ઠ સાધકે તે ઘી પી જવું. આમ કરવાથી તે મેધા (ધારણશક્તિ), કવિત્વશક્તિ અને વાકસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ નારાયણમંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે. હે નારદ, આ સર્વ સિદ્ધિઓનું ઘર છે, તેથી મેં તમને આનો ઉપદેશ કર્યો છે. ‘નારાયણાય’ પદના અંતમાં ‘વિદ્મહે’ પદનું ઉચ્ચારણ કરવું. પછી ચતુર્થી વિભક્તિના એકવચન અંતવાળા ‘વાસુદેવ’ પદનું ઉચ્ચારણ કરવું; તે પછી