લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-32

  • 444
  • 1
  • 244

 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-32 “સ....સિદ......!” સિદ્ધાર્થે તેની તરફ જોતાં લાવણ્યા ભાંગી પડી અને રડતાં-રડતાં તેની બાંહો ફેલાવી પરાણે બોલી “બેયબી.....!” ”લાવણ્યા.....!?” સિદ્ધાર્થ હજીપણ એજરીતે ચોંકેલો હતો.   આંખ ભીની થઇ જતાં તે  હવે બાલ્કનીમાં ઊભેલી લાવણ્યા તરફ ઉતાવળાં પગલે નાના બાળકની જેમ દોડી ગયો.  “સિદ......! સિદ....!” લાવણ્યા હજીતો એક ડગલું આગળજ વધી હતી ત્યાંજ સિદ્ધાર્થ તેણી સુધી પહોંચી ગયો અને લાવણ્યા કઈં સમજે એ પહેલાંજ જોરથી તેણીને વળગી પડ્યો. “લાવણ્યા....તું....! તું.....! સાચે.....!” સિદ્ધાર્થે કચકચાવીને લાવણ્યાને જકડી ઊંચકી લીધી. “તું....તું..! ખરેખર....! લાવણ્યા મને તો...મને તો....! વિશ્વાસ નથી થતો....!” સિદ્ધાર્થે લાવણ્યાનું મોઢું તેનાં બંને હાથમાં પકડી લીધું અને ભીની આંખે