એવી કથાઓ જેણે અગમના એંધાણ આપ્યા હતા......

સાહિત્યનો છેદ મોટાભાગે કલ્પનાઓના નામે ઉડાવવામાં આવતો હોય છે પણ વિશ્વ સાહિત્યમાં એવી ઘણી રચનાઓ રચાઇ છે જેણે ભવિષ્યને ભાખવાનું કામ કર્યુ છે તેમાં ફળદ્રુપ કલ્પનાની સાથોસાથ એવી વાસ્તવિકતાઓ રજુ કરવાનો પ્રયાસ કરાયો હતો જેને તે વખતે કપોળકલ્પના જ માનવામાં આવતું હતું. જ્યારે લિયોનાર્દોએ પોતાના સ્કેચમાં ઉડતા મશીનનું આલેખન કર્યુ ત્યારે તેના વિશે વધારે વિચારાયું ન હતું પણ એ જ સ્કેચ અને વર્ણનોનાં આધારે હેલિકોપ્ટર જેવા યંત્રની રચના કરાઇ હતી.જ્યારે જુલે વર્ને ચંદ્ર પર પૃથ્વીથી જઇ શકાય તેવી કલ્પના રજુ કરી ત્યારે તેની મોટાભાગે તો ઠેકડી જ ઉડાડવામાં આવી હતી અને તેનો ઉપલો માળ ખાલી હોવાની પણ કેટલાકે તો ટિપ્પણી