સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧૯ – મહારાજ અજિત સિંધણનો દરબાર રાજકરણ ઊંડા વિચારમાં હતો ત્યાંજ તેના ખભા ઉપર સંગ્રામબાપુએ હાથ મુક્યો. ‘કે વિચાર કર રહો સો? ભુજડોમેં અંદર કેમ જાવેગો એમ?’ ‘હા, કાકા. તમે તો વેપારી છો. મારે સંતાવા જવાનું છે. દુર્ગપતિ કેવી રીતે માનશે?’ ‘મેં દુર્ગપતિ સાથ થાર બાત કર લી હૈ, તું ફિકર કર કો ની. ભુજડો તે ભુજડો થા રાજાને સચ