રાય કરણ ઘેલો - ભાગ 11

  • 1.3k
  • 834

૧૧ સિંહભટ્ટ   થોડી વારમાં જ ત્યાં એક મધ્યમ કદનો, દેખાવે અનાકર્ષક પણ નર્યા લોહનો બન્યો હોય તેવો માણસ દેખાયો. અત્યારે એણે સાદો નાગરિકનો વેષ જ પહેર્યો હતો. એના એક હાથમાં એક મજબૂત કડિયાળી ડાંગ રહી ગઈ હતી. કેડે તલવાર લટકતી હતી. કપાળમાં ત્રિપુંડ હતું. ડોકે માળા હતી. એના ચહેરામાં એક પ્રકારની વિશિષ્ટ ખુમારી હતી. ત્રિભુવનમાં કોઈની પણ દરકાર ન કરવાની એને ટેવ લાગી. અત્યારે એ રાજમહાલયમાં હતો. પણ રાજમહાલય, રાજા, રાણી, એ બધાં પણ સામાન્ય હોય તેમ એની આકરી મુખમુદ્રામાં લેશ પણ ભાવપલટો થયો ન હતો. આ બેપરવાઈ કોઈની અવગણના માટે ન હતી. એની અંદર બેઠેલા માણસની એ સૂચક