૧૦ મહારાણીની પ્રેરણા કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણરાય વિચારમાં પડી ગયો. નડૂલના ચૌહાણ પાટણ સાથે વર્ષોથી મૈત્રી સંબંધ જાળવતા આવ્યા હતા. ઝાલોરગઢનો સોનગરો ચૌહાણ કાન્હડદે એનો જ ભાયાત હતો. એનું વીરત્વ જાણીતું હતું. દિલ્હીને એ રસ્તેથી એ આ બાજુ નહિ ઢળવા દે, એ લગભગ ચોક્કસ હતું. હઠીલા જુદ્ધ સિવાય એ રસ્તો તુરુષ્ક માટે બંધ થઇ ગયો હતો. પણ મેવાડ ને નડૂલ, સારંગદેવ મહારાજના સમયમાં એક વાત માટે લડ્યાં હતાં. ચંદ્રાવતી માટે. આરસની એ સ્વપ્નનગરીનો બંનેને મોહ હતો. અર્બુદગિરિમંડળનું બંનેને આકર્ષણ હતું. જ્યાં એક વખત અર્બુદમંડળમાં પરમાર ધારવર્ષદેવ જેવા ગુજરાતના સમર્થ દ્વારપાલ થઇ ગયા, ત્યાં આજે કોઈ ધણીધોરી ન