૭ થોડો પૂર્વ ઈતિહાસ આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા માટે થોડાં વર્ષો પાછળ જવું પડે તેમ છે. માત્ર પચાસ જ વર્ષ પહેલાં એક એવો જમાનો હતો, જ્યારે પાટણમાં રાણા વીરધવલ અને લવણપ્રસાદ જેવા સિંહાસન-ભક્તો બેઠા હતા. એમણે ધાર્યું હોત તો એ ગમે ત્યારે પાટણપતિ થઇ શક્ય હોત. પણ ધવલક્કના આ સ્વામિભક્ત રાણાઓ રાણાઓ જ રહ્યા. સામંતપદમાં જ સંતોષ માણી રહ્યા. એ વખતે પાટણની ગાતી ઉપર અપ્તરંગી ભોળા ભીમદેવનું શાસન હતું એ બહાદુર રણયોદ્ધાએ પૃથ્વીરાજ ચૌહાણ જેવા સાથે યુદ્ધ કર્યું હતું. અજમેરના સોમેશ્વર જેવા સાથે યુદ્ધ કર્યું હતું. ઘોરી જેવાને હાર આપી હતી. ગુલામવંશી કુતબુદ્દીન જેવાને યુદ્ધ આપ્યું હતું. એણે