રાય કરણ ઘેલો - ભાગ 6

  • 458
  • 204

૬ મોડાસાનો દુર્ગપતિ ‘મહારાજ! મને આ સ્વપ્નમાં, આ રેત સમંદરમાં, સંધ્યાટાણે એક સવાર આવતો દેખાયો. ‘એકલદોકલ, થાકેલો, હારેલો, ચીંથરેહાલ, પોતાના એવા જ થાકેલા, હાંફેલા, મરવાના વાંકે જીવતાં, કેવળ હાડકાના હોય એવા, એક મુડદાલ ઘોડા ઉપર એ સવારી કરીને આવી રહ્યો હતો! આવું ભયાનક સ્થળ હતું, નમતી સંધ્યા હતી. અને એ એકલો આવી રહ્યો હતો. એ સવારી કરીને આવી રહ્યો હતો એમ પણ શું કહેવું? એ પોતાની છાતી ઉપર માથું ઢાળીને, ઘોડાની લગામને છોડી દઈને, રેસ્ટ સમંદરના એ ભયંકર રણમાં, અનેક સુક્કાં ઠૂંઠાંઓની વચ્ચે નિર્જીવ શુષ્ક રેત-ખડકોની વચ્ચે. જાણે કોઈ સ્થળે – ગમે તે સ્થળે, અટકી જવા માટે, ઢળી જવા માટે,