હેલો મિત્રો!કેમ છો તમે બધા? હું લાંબા સમયથી વાર્તાઓ લખી રહી છું અને આ લેખનયાત્રા માટે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહી છું. મારો લેખન માત્ર મારી લાગણીઓનું પ્રતિબિંબ છે, પણ તમને તે કેવું લાગ્યું તે જાણવું મારા માટે ખૂબ મહત્વનું છે.પ્રેમ એટલે શું?શિયાળાની ઠંડી બપોર છે. તાપમાન લગભગ 18°C છે, અને આ વાતાવરણ સાથે મન વિચારોમાં ડૂબી ગયું છે. Whatsapp પર મેં કોઈનું સ્ટેટસ જોયું, જેમાં લખેલું હતું:"પ્રેમ એટલે શું?"જવાબમાં લખ્યું હતું: "પ્રેમ એ છે કે જ્યારે તમે આ શબ્દ સાંભળો, ત્યારે જે વ્યક્તિનો ચહેરો તમારી આંખો સામે તરત જ આવી જાય."આ વાંચીને હું વિચારવામાં પડી ગઈ. ખરેખર, શું પ્રેમ માત્ર