રેડ સુરત - 3

  2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વે સ્ટેશન પર અમદાવાદથી મુંબઇ તરફ જતી કર્ણાવતી ઍક્સપ્રેસનો તેના સંબંધિત પ્લૅટફોર્મ પર પહોંચવાનો સમય નિકટ હતો. સુરતમાં મે માહનો સમયગાળો 27 થી 34 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન ધરાવતો હોય છે. સવારનું તાપમાન તો આમેય ઓછું, અને ખુશનુમા જ રહેતું હોય છે. તે જ પ્રમાણે 17મી મેના દિવસે પણ સુરતનું સવારનું તાપમાન આશરે 27 ડિગ્રી સૅલ્સિયસની આસપાસ જ હતું. પરંતુ ભેજનું પ્રમાણ 64-70 ટકા જેટલું હતું, અને આથી જ વધુ ગરમી તો ન જ લાગે પણ શરીર પરસેવે નીતરતું જાય. પવન ફૂંકાતાની સાથે જ તે પરસેવો ઠંડક અનુભવડાવે. કર્ણાવતી, સામાન્ય રીતે,