અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમાં જાણે સમય થંભી ગયો હતો. ડાયરીમાં મળેલી માહિતી તેમની વિચારોમાં સતત ઘૂમતી રહી. તે દરરોજ ડાયરીના પાનાંઓને વધુ ધ્યાનપૂર્વક વાંચતા, પરંતુ દરવખતે નવા પ્રશ્નો ઉભા થઈ જતા. ડાયરીના પાનાંઓ બરાબર જોડી શકાય તેવા નહોતા—ક્યાંક પાનાં ફાટેલા હતા, ક્યાંક શબ્દો અધૂરા હતા, અને ક્યાંક કોતરાયેલું લખાણ સમજવું અશક્ય હતું.એક દિવસ, જયારે બંને ડાયરીના એક પુરૂષકઠિન પાને નજર નાખી રહ્યા હતા, ત્યાં જ આર્યન એક લખાણ પર અટકી ગયો. “ઉર્મિલા, આ જુઓ!” તેણે ઉત્સાહભર્યા અવાજે કહ્યું.આ લખાણના શબ્દો થોડા ઝાંખા હતા, પણ તેનો અર્થ સ્પષ્ટ હતો:“જો અંબિકા ગઢના રાજવી પરિવારની શાપમુક્તિ કરવી