તરસ્યાના મોતથી પોતાની તરસ છીપાવતું : ફુન્ડુડ્‌ઝી તળાવ

  • 718
  • 280

દક્ષિણ આફ્રિકાના ઉત્તર ટ્રાન્સવાલમાં ફુન્ડુડ્‌ઝી નામનું એક રહસ્યમયી તળાવ છે. આ તળાવ વિશે એવું કહેવામાં આવે છે કે તેનું પાણી પીધા પછી કોઈ જીવિત નથી રહ્યું. મુટાલી નામની નદીમાંથી આ તળાવમાં પાણી આવે છે. તેના ઉદ્ગમસ્થાનને શોધવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેના વિશે આજ સુધી કોઈ જાણકારી મેળવી શકાઈ નથી. સૌથી અજીબોગરીબ વાત એ છે કે તળાવના પાણીમાં દરિયાની જેમ ભરતી અને ઓટ આવે છે. ઈ.સ. ૧૯૪૭માં હૈડરિક નામના એક ખેડૂતે તળાવમાં નાવ ચલાવવાનો પ્રયત્ન કર્યો. નાવમાં સવાર થઈને તે તળાવની વચ્ચે પહોંચ્યો અને એકાએક રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયો. હૈડરિક અને તેની નાવનો આજ દિન સુધી કોઈ પત્તો