નિતુ - પ્રકરણ 60

નિતુ : ૬૦ (આડંબર)નિતુ માટે આજે રિઝલ્ટનો દિવસ હતો. તેણે કરેલા શર્માના કામનું પરિણામ શું આવશે? શર્મા આગળ કામ કરશે કે નહિ? કે પછી ઇન્કાર કરશે અને બધો જ બોજ નિતુના માથા પર આવી અટકશે! એ મૂંઝવણ તેના મનમાં હતી. આજે પાંચમો દિવસ હતો. શર્માએ એનાલિસિસ જાતે કરવાનું નક્કી કર્યું હતું. તેનો રિપોર્ટ પોઝીટીવ આવશે કે નેગેટિવ એ રાહ ટાઈમ્સમાં સૌને હતી. પાંચ દિવસની રાહનો આજે અંત હતો. પરંતુ એક એક ક્ષણ વર્ષો જેવી વસમી વીતી રહી હતી.પોતાની કેબિનમાં ચિંતાગ્રસ્ત બેઠેલી નિતુ, શર્મા દ્વારા ક્યારે અપડેટ આપવામાં આવશે? એની રાહે હતી. નવીન તેની બાજુમાં બેસીને તેની દરેક પ્રવૃત્તિને નિહાળી રહ્યો