અ - પૂર્ણતા - ભાગ 46

  • 434
  • 1
  • 242

રેનાએ ઘર છોડી દીધું અને સુર્યનગર સોસાયટીમાં આવી પહોંચી. એક ઘરની બેલ વગાડી. દરવાજો ખૂલ્યો એ જોઈ રેનાના ચહેરા પર સ્મિત હતું પણ સામે ઉભેલી વ્યક્તિ સ્તબ્ધ હતી. એ કંચનબહેન હતાં. રેનાના મમ્મી.          "રેના, તું આટલી વહેલી સવારે?" કંચન બહેનનાં ચહેરા પર ચિંતા હતી.          "મમ્મી..." આટલું કહેતા જ રેના કંચનબહેનને ભેટીને રડી પડી. માના પાલવ જેવી હૂંફ જગતમાં ક્યાંય નથી. રેનાને પણ અત્યારે જાણે શાંતિ મળી ગઈ.           "રેના...રેના...રડવાનું બંધ કર બેટા." કંચન બહેન રેનાની પીઠ પસવારી રહ્યાં.            "ચાલ, તું અંદર આવતી રહે." આમ કહી તેમણે