નિતુ : ૫૮ (આડંબર) નિતુ હજુ કૃતિના શબ્દોમાં સત્ય જાણી અચરજમાં હતી. તેને સત્યની ગમ પડતા નિતુની હાલત શિથિલ થઈ ગઈ. કંપારી લેતી ચમકદાર આંખે તેણે કૃતિ સામે જોયું અને મૃદુ ભાવે પૂછ્યું, "અને આ... આ બધું તને કોણે કહ્યું?"એટલામાં દાદરના દરવાજેથી અવાજ આવ્યો, "મેં કહ્યું તેને..."તે તરફ નજર કરી બેબાકળી બની કહેવા લાગી, "કરુણા! ...કરુણા તે કહ્યું?"તેની નજીક આવતાં તે બોલી, "હા નીતિકા. સોરી પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન્હોતો.""પણ કરુણા... હું શું કહું તને? તારે કૃતિ સાથે વાત નહોતી કરવી.""દીદી... તે આટલી મોટી વાત મારાથી છૂપાવી? કરુણાએ મને કહ્યું ત્યારે મને તેનાં પર વિશ્વાસ જ નહોતો આવતો. પણ