સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે ધન અને પુત્રસંતતિ આપનારા અંગારક મંત્ર વિષે જણાવું છું. ‘ॐ मंगलाय नम:’ આ છ અક્ષરનો મંત્ર સર્વ ઇષ્ટ વસ્તુને આપનાર છે. આ મંત્રના વિરૂપાક્ષ મુનિ છે, ગાયત્રી છંદ છે, કુજ દેવતા છે, મંગળના આવાહનમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. પ્રથમ અંગન્યાસ કરવો. ૐ ह्रां હૃદયાય નમ:, ૐ હ્રીં શિરસે સ્વાહા, ૐ હ્રૂં શિખાયૈ વષટ્, ૐ ह्रैं કવચાય હુમ્, ૐ ह्रौं નેત્રત્રયાય વૌષટ્, ૐ ह्रः અસ્ત્રાય ફટ્. ન્યાસ કર્યા પછી મંગળનું ધ્યાન કરવું. લાલ વસ્ત્ર તથા માળાને ધારણ કરનાર; શક્તિ, શૂળ તથા ગદા ધારણ કરનાર, ઈશાનના સ્વેદથી ઉત્પન્ન થયેલા ઘેટાના વાહનવાળા છે, ભૂમિપુત્રનું હું ધ્યાન