સનત્કુમાર બોલ્યા, “હવે સામરૂપ સૂર્યના મંત્રોનું વિધાન જણાવું છું. જેની આરાધનાથી પૃથ્વી પરના સર્વ ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. ‘ॐ ह्रीं नमो भगवते जितवैश्वानरजातवेदसे’ આ સૂર્યમંત્ર ભોગ અને મુક્તિને આપનારો છે. આ મંત્રના દેવભાગ મુનિ છે, ગાયત્રી છંદ છે, રવિ દેવતા છે, માયા બીજ છે, રમા શક્તિ છે, દૃષ્ટ અને અદૃષ્ટમાં આનો વિનિયોગ થાય છે, મંત્રસાધકે તે પછી ૐ હૃદયે સત્યાય નમ:, ૐ બ્રહ્મણે શિરસે સ્વાહા, ૐ વિષ્ણવે શિખાયૈ વષટ્, ૐ રુદ્રાય કવચાય હુમ્, ૐ અગ્નયે નેત્રત્રયાય વૌષટ્, ૐ શર્વાય અસ્ત્રાય ફટ્-આ પ્રમાણે સત્યાદિ ન્યાસ કરવા. ત્યારબાદ કરન્યાસ કરવા. જેમ કે ૐ ह्रां અંગુષ્ઠાભ્યામ્ નમ:, ૐ હ્રીં તર્જનીભ્યામ્ નમ:,