સુરેશભાઈ મિતાંશને સમજાવી રહ્યા હતા કે, "જો બેટા, સાચું કહું હમણાં તો મને પોલોકેબ કંપનીનો ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે અને તેને મારે ખૂબ મોટા જથ્થામાં રૉમટીરીયલ્સ મોકલી આપવાનું છે જે ઓર્ડર મેં લઈ લીધો છે અને તું થોડોક મોડો પડ્યો છે નહીં તો હું પહેલા તારો ઓર્ડર લઈ લેત પણ હવે તે શક્ય નથી."સુરેશભાઈની આ વાત સાંભળીને મિતાંશના મગજનો તો જાણે ફ્યુઝ જ ઉડી ગયો... પરંતુ તેણે ખૂબ હિંમત રાખી અને સુરેશભાઈને પોતાની વાત મનાવવા માટેનો નિરર્થક પ્રયત્ન કરતો હોય તેમ તે બોલ્યો, "અંકલ પણ તમે થોડું મટીરીયલ તેમને મોકલી આપો અને થોડું મને મોકલી આપો."સુરેશભાઈ: તારી વાત સાચી છે