ભાગવત રહસ્ય - 164

  • 236
  • 66

ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જાગી –સ્નાન કરી પવિત્ર થઇ –તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે-તેમ લાલાજી ને જગાડવાના.(ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્ય મંગલમ કુરુ) ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.   મંગળામાં માખણ-મિસરીનો ભોગ લગાવવાનો હોય છે.(મંગળા અને શૃંગાર કરી બંનેનો સાથે ભોગ પણ –ઘણા લગાવે છે) પ્રભુના ધીરે ધીરે ચરણ પખાળવા,કે તેમને દુઃખ ન થાય. શ્રીઅંગ કોમળ છે-તેવી ભાવના કરી તેમને સ્નાન કરાવવું.પછી ભગવાનને શૃંગાર કરવાનો. વિઠ્ઠલનાથને પૂછવાનું-આજે કયું પીતાંબર પહેરાવું