ભાગવત રહસ્ય-૧૬૧ એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા –પ્રભુ ભજન કરતા.સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા.આવી ઉદાત્ત ભક્તિ જોઈને ઈશ્વરને પણ તેમની પર દયા આવી. “મારો ભક્ત –મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે ? ચાલ હું જઈ તેને તેના કાર્યમાં મદદ કરું.” ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે.આવીને કહે છે-“ભાઈ, મને તમારે ત્યાં નોકર રાખો” એકનાથ કહે છે-મારે ત્યાં ક્યાં નોકરની જરૂર છે ? હું તો આખો દિવસ પ્રભુનું સેવા સ્મરણ કરું છું. ભગવાન કહે છે-કે-હું તમને ઠાકોરજીની સેવા પૂજા માં મદદ કરીશ. એકનાથ કહે છે-તારી ઈચ્છા હોય તો ભલે મારે ત્યાં રહેજે. ભાઈ તારું નામ