ભાગવત રહસ્ય - 157

  • 360
  • 158

ભાગવત રહસ્ય-૧૫૭   પ્રહલાદ ની જેમ –જે-ભગવાનની ગોદમાં વિરાજે છે-તેને કાળ કંઈ કરી શકતો નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાનની બહુ જરૂર નથી.અનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્ન-રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે. એટલે જ -વિષ્ણુસહસ્ત્રનામમાં –પણ ભગવાનને ભયરૂપ,ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.   પ્રહલાદ એ સત્વગુણ છે- હિરણ્યકશિપુ એ તમોગુણ છે. સત્વગુણ અને તમોગુણ એ બન્નેનું આ યુદ્ધ છે,જેમાં ભગવાન સત્વગુણનો પક્ષ કરે છે. શુદ્ધ સત્વગુણ