ભાગવત રહસ્ય- ૧૫૫ હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.ત્યાં શંડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષનો બાળક તમને શું મારી શકે ? અમે તેણે વરુણપાશમાં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે. એક દિવસ ગુરુજી બહાર ગયા હતા ત્યારે પ્રહલાદ બહાર રમતા બાળકોને ભાગવત-ધર્મનો ઉપદેશ આપે છે. મિત્રો આ સંસારમાં મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. મનુષ્ય શરીર દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે.કોઈને પણ ખબર પડતી નથી